ન આવ્યું આંખમાં આંસું, વ્યથાએ લાજ રાખી છે,
દવાની ગઇ અસર ત્યારે, દુવાએ લાજ રાખી છે…
તરસનું માન જળવાઇ ગયું, તારા વચન લીધે,
સમયસર આભથી વિખરી, ઘટાએ લાજ રાખી છે…
ઘણું સારું થયું આવ્યા નહિ, મિત્રો મને મળવા,
અજાણે મારી હાલતની, ઘણાંએ લાજ રાખી છે…
પડી ‘કૈલાસ’ ના શબ પર, ઉડીને ધૂળ ધરતીની,
કફન ઓઢાડીને મારી, ખુદાએ લાજ રાખી છે…
– કૈલાસ પંડિત
દવાની ગઇ અસર ત્યારે, દુવાએ લાજ રાખી છે…
તરસનું માન જળવાઇ ગયું, તારા વચન લીધે,
સમયસર આભથી વિખરી, ઘટાએ લાજ રાખી છે…
ઘણું સારું થયું આવ્યા નહિ, મિત્રો મને મળવા,
અજાણે મારી હાલતની, ઘણાંએ લાજ રાખી છે…
પડી ‘કૈલાસ’ ના શબ પર, ઉડીને ધૂળ ધરતીની,
કફન ઓઢાડીને મારી, ખુદાએ લાજ રાખી છે…
– કૈલાસ પંડિત
No comments:
Post a Comment