તારી વાતો

મારી ચા ☕ માં થોડું ફૂંક મારી દઈશ??
આજે થોડી મોળી બની છે..

==============

તું રોજ કહે છે કાલે વાત કરીશ
પણ કાલે મારી આંખો જ ના
ખુલી તો શુ કરીશ……….

==============

એ પછી એણે લખ્યું
‘હું અને તું’
ને આ અને જેટલું અંતર, અમારી વચ્ચે કાયમ રહી ગયું.

==============

તારી આંગળીઓ વચ્ચે ની ખાલી જગ્યા માં,
સૌથી શ્રેષ્ઠ રીતે બંધબેસતી ગોઠવણ એ મારી આંગળીઓ છે.

==============

જયારે ને ત્યારે કસમ ના ખવાય,
તું મારી માટે વધારા ની નથી.

==============

ભલે બેઠો હજારો વાર એનો હાથ ઝાલીને
પરંતુ એ ન સમજાયું હજી પણ એની નસ ક્યાં છે!

==============

તું તો મને તારો બનાવી ને રાખ …
બધા એ મને તારો સમજી ને છોડી દીધો છે ..

==============

નાનકડી ભૂલ થઇ મારી એમાં ગુસ્સો ન કર
એક દિલ છે આપણું એમાં હિસ્સો ન કર

==============

હા મને ખબર છે,
નથી આવડતું મને પ્રેમ કરતા
પણ હા જેટલો પણ કર્યો છે,
તને જ કર્યો છે.

==============

જિંદગી થી કોઈ ફરીયાદ નહીં રહે ,
જો એમા થોડીક ક્ષણો તારો સાથ રહે.

==============

ચાલને ભાગીદારી કરીએ.. એક જ દીલમાં આપડે બંન્ને ધબકીએ…!!!

==============

ભગવાન તને બધુ આપે,
અને,
મને બસ “તુ” આપે..!!

==============

દિલનુ તો એવુ છે ને,
તમને જોઈને ય ધડકે છે..
ને,
તમને જોવાય ધડકે છે..!!

==============

હું ક્યાં કહું છું કે તું આંગણ સુધી આવ,
આંખ મીચું ને બસ પાંપણ સુધી તો આવ

==============

અડીખમ પર્વત જેવું હતુ આ મારુદિલ ,
બસ તારા એક અહેસાસ એ કરી દીધું મીણ…….

==============

તારા માટે તો મેં એટલી હદ સુધી દુઆ કરી છે કે,

કોઈ તને પ્રેમ કરે તો પણ,
બસ મારા જેવો જ કરે..!!

==============

લાગણીઓ ને જો પાંખો હોત તો,
હું ૨૪ કલાક તારી સાથે જ હોત ……

==============

જોઈને મને…
તારી આંખો શરમાઈ ને નમતી હતી,
કેમ કહું તને ?
એ ક્ષણ મને કેટલી ગમતી હતી…!!!

==============

ઘરમા હોત તો કાઢી

મૂકેત …..પણ…………..

તમે તો ઘર કરી ગયાં….

==============

હું ઘરનો દરવાજો બની રહૂ આજીવન,
જો તુ તોરણ બની મને વળગી રહે..!!

==============

પ્રેમ એટલે

તુજ વિશે લખતા,

મારુ ક્યાંક ખોવાઈ જવું…..!!

==============

તારુ નામ એમ જ યાદ આવી જાય છે,
જ્યારે કોઈ મને મારી છેલ્લી ઈચ્છા પુછે છે..!!

==============

સ્વપ્ન એટલે…
તારા વગર…
તને મળવું …

==============

બધી તકલીફો નો એક ઈલાજ.. ,
તકિયા ની જગ્યા એ તારો હાથ…..

==============

ગઝલ પણ મારી છે, રજૂઆત પણ મારી છે,
પણ શબ્દોમાં સંતાઈને બેઠી છે, એ વાત તારી છે…

==============

करवटें बदलने का भी क्या फायदा,
इस तरफ भी तुम, उस तरफ भी तुम..

==============

પ્રેમ તો થઈ ગયો છે, પણ કબુલાત કોણ કરે..
પ્રેમ માં શબ્દો થકી રજૂઆત કોણ કરે
વાત કરવા તત્પર છે બંને પણ
સવાલ એ છે કે વાત ની શરૂઆત કોણ કરે?

==============

હુંં નથી કેતો કે તારા વગર બધું સુનુ સુનુ લાગે છે..
હા.. તારા વગરની સાંજમાં, જરા એકલું વધારે લાગે છે..!!

==============

એવુ નથી કે દિવસ નથી ઢળતા કે રાત નથી થતી​,
બધૂ અધૂરું લાગે છે જ્યારે તારી સાથે વાત નથી થતી..!!

==============

તું સાથ છે બસ એટલું જ ખાસ છે…

==============

હું ચલાવી લઉં એમ છું મારા વગર,
પણ જીવવું શક્ય નથી તારા વગર..

==============

ફોન માં તો હજારો ગીત છે,
પણ મને ગમતો અવાજ તો તારો જ છે

==============

વિચાર જરા
હુ જેને વિચારું છુ
એ તુ જ કેમ!!!

==============

એક સપનું તારી સાથે જીવવાનું છે

બાકી તો ખબર તો મને પણ છે
મરવાનું તો એકલું જ છે

==============

પુરી રીતે તોડી દે છે મને,
તારુ આમ અધુરા મનથી વાત કરવી..!!

==============

હું અને તું દિલ દઇને ઉજવીએ છીએ એટલું બસ છે.
મનના મેળાપની કંકોત્રી ક્યાં છપાવવાની હોય છે..!

==============

દિલ પર ક્યાં કોઈ લખાણ ની જરૂર છે !
તમને જોઈ ને ધડકે છે તો તમારું જ હશે ને !!

==============

હું તને ક્યાં ચાહું છું ચાહું છું મારી જાતને
તું હજી સમજી નથી આ સીધીસાદી વાતને

==============

તું સાથે છે તો સફર એટલી ગમી ગઈ છે મને,
બીક રહ્યા કરે છે ક્યાંક મંઝીલ આવી ન જાય.

==============

મને એ હમેશા કહેતી કે…
” તને શબ્દોથી રમતા બહુ આવડે છે”

અને

હું કહેતો ”તું આંખોથી રમી જાય છે એનું શું ?”

==============

હું તો એ સવારની રાહ જોઉં છું
જે તને સાથે લઈને આવે.

==============

“તું આવ જા કરવાનું રહેવા દે હવે તો,
હૃદયનાં મિજાગરા ઢીલા થયા છે..”

==============

તારા પર ખર્ચ કરવા માટે મારી પાસે કઈ ખાસ નથી,
થોડોક સમય છે,
થોડાક સપનાઓ છે,
અને થોડો હું છું..!!

==============

लिखा है डॉक्टर ने ~~ दवा की जगह तुम्हारा नाम
और ये भी लिखा है ~~ सुबह – दोपहर – शाम..

==============

તું કેમ જીવે છે મારા વગર
અહ્યા શ્વાસ લેવા માં પણ તકલીફ પડે છે તારા વગર

==============


No comments:

Post a Comment